Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના બોરઘા ગામે વિરોધપક્ષના નેતા અને પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામભાઇ રાઠવાને હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ

આજરોજ જેતપુર પાવી તાલુકાના બોરઘા ગામે એક કરોડ સીતેર લાખના ખર્ચે (૨કિમી અને ૨૦૦ મીટર) નાલેજ, પીપલેજ બોરઘા રોડનું ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જેમાં અન્ય આગેવાનો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મંત્રી જવનિકાબેન રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા, સરપંચ ભીંડોલ ધર્મિષ્ઠાબેન શંકરભાઈ રાઠવા, સ્થાનિક કાર્યકરો અશોકભાઈ રાઠવા, છોટુભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા, ગમસીગભાઈ રાઠવા, રૂપસીંગભાઈ રાઠવા, જશવંતભાઈ રાઠવા, બકાભાઈ પટેલ તથા આજુબાજુના ગામના વડીલો, આગેવાનો, યુવાનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221001-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *