સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગત રોજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ સંખેડા ખાતેથી કરવામાં આવ્યો હતો. તા. ૦૫/૦૭/૨૦૨૨ થી તા. ૧૯/૦૭/૨૦૨૨ સુધી યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રા આજે તા. ૦૬/૦૭/૨૦૨૨ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ નં. ૧ સવારે સંખેડા તાલુકાના ૩-બહાદરપુર જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ઠ કાવિઠા ગામથી શરૂ કરીને કંડેવાર, ફાંટા, ઝાબ, ભણોલી, લોટીયા અને ભુઇવણ ગામમાં પરિભ્રમણ કરશે. જયારે સાંજના સમયે ૩-બહાદરપુર જિલ્લા પંચાયતમાં સમાવિષ્ઠ અન્ય ગામો જેવા કે, ગોલાગામડી, આનંદપુરા, હરેશ્વર, કસુંબિયા, માલુ, કાળીતલાવડી અને માંજરોલ ગામોમાં પરિભ્રમણ કરશે.
રથ નં. ૨ના નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા. ૦૬/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૨૮-તેજગઢ બેઠકમાં સમાવિષ્ઠ ગામડાઓ મોટી દુમાલી, અછાલા, અછેટા, ભીલપુર અને તેજગઢમાં ભ્રમણ કરશે. જયારે સાંજના સેશનમાં ૨૮-તેજગઢ જિલ્લા પંચાયત બેઠકના અન્ય ગામો રોજકુવા, ચિચોડ, પાલસંડા અને કિકાવાડામાં ભ્રમણ કરશે એમ આયોજકો તરફથી જણાવાયું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
