છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલ કનાસ ગામે રેતી ખનન ને લઈ ઓરસંગ નદીમાં પડેલા ઊંડા ખાડામાં 9 વર્ષની બાળકી ખાબકતા મોત નીપજ્યું, રેતી ખનન ને લઈ નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડા થઈ ગયા છે જેનો કોઈ અંદાજ રહેતો નથી ત્યારે પશુ ચરાવતા સમયે નદીમાંથી પસાર થતી વખતે અચાનક કનાસ ગામની સોનલ કનુભાઈ નદીના ઊંડા ખાડામાં ખાબકી હતી અને મોતને ભેટી હતી,,,
બપોરથી ગમ થયેલ સોનલ ની શોધખોળ કરતા રાત્રે નદીમાંથી તેનું મૃતદેહ મળી આવ્યું હતું,
રેતી ખનન ને લઈ નદીમાં પડેલા ઊંડા ખાડામાં પડતા બાળકીના મોત ને લઈ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે,, સાથે ગ્રામજનોમાં રેતી ખનન ને લઈ ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


