લોકોની વર્ષો જૂની રસ્તાની માગણી છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા માંગણી પુરી કરાતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી….
પાવીજેતપુર તાલુકાના બાર થી કેવડા નોરસ્તો બનાવવા માટે લગભગ 20 વર્ષ થી લોકો માંગ કરી રહ્યા હતા અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નહી આવતા ગામ લોકો એ પ્રેસ મીડિયા સમક્ષ પોતાની આપવીતી ની રાજુઆત કરી હતી જેના પગલે Es tv ના પ્રતિનિધિઓ એ આ જગ્યા ની મુલાકાત લઈ અને લોકો ની મુશ્કેલી ને નિહાળી હતી અને તેના ન્યૂઝ ની સ્ટોરી બનાવી હતી જેના કારણે સરકારી તંત્ર સમક્ષ આ પ્રશ્ન જીવંત બન્યો હતો અને એટલે થી નહીં અટકતાં Es tv ના તંત્રી દ્વારા સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સમક્ષ પણ આ પ્રશ્ન ની વિગતવાર પુરાવાઓ સહિત ની રજુઆત કરી હતી અને જેના કારણે સમગ્ર ચિત્ર વહીવટી તંત્ર અને નેતાઓ ની સમજ માં આવતાં સાંસદ ગીતાબેન રાઠવા એ આ પ્રશ્નો ને સરકાર સમક્ષ ધારદાર રજુઆત સાથે મુક્યાં હતા અને માન. પૂર્ણશ મોદી માર્ગ મકાન વિભાગ સમક્ષ પણ ભલામણ કરી અને આ કામો મંજુર કરવા વિનંતી કરી હતી જેના પગલે કેવડા ગામ નો ત્રણ કિલોમીટર નો રસ્તો 280 લાખ ના ખર્ચે મંજુર કરવામાં આવ્યો છે જેનાથી લોકો માં ખુશી વ્યાપી ગઈ છે આ સિવાય પણ તાલુકાના અન્ય રસ્તા અને કોઝ વે ના કામો પણ પાસ કરવામાં આવ્યા છે આ બાબતે બાર ગામ ના પ્રવીણ ભાઈ રાઠવા એ પણ ખુબજ મહેનત કરી અને લાગતા વળગતા વિભાગ અને અધિકારીઓ ને રજુઆત કરી ખૂબ મહેનત કરી હતી જે મહેનત રંગ લાવી છે અને લોકો માં ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


