Gujarat

જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સરકારીશ્રીની વિવિધ યોજનાઓ અને કાયદાઓના અમલીકરણ અંગે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી જામનગર દ્વારા જામનગર જિલ્લાના અનુસૂચિત જાતીના લાભાર્થીઓને સરકારીશ્રીની વિવિધ યોજનાઓ અને કાયદાઓના અમલીકરણ અંગેની (૧) અનુસૂચિત જાતી પેટા યોજનાની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતીની બેઠક, (ર) અનુસૂચિત જાતી અને અનુસૂચિત આદિજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૯ અન્વયે જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની બેઠક તથા (૩) “ધી પ્રોહિબીશન ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ એઝ મેન્‍યુઅલ સ્‍કેવેન્‍જર્સ એન્‍ડ ધેર  રીહેબીલીટેશન એકટ-૨૦૧૩” અન્વયેની જિલ્લા કક્ષાની તકેદારી સમિતીની વેબેકસ બેઠક તા.૧૭/૦૧/૨૦૨૨ ના રોજ નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઇહતી.

 બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અન્વયે સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલ ખર્ચ અંગેની સમીક્ષા કરવામાં આવેલ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતી અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૯ અન્વયે બનેલ બનાવોમાં, નાયબ નિયામક, અનુસૂચિત જાતી કલ્યાણની કચેરી, જામનગર દ્વારા ચૂકવવામાં આવેલ નાણાંકીય સહાય અને પડતર કોર્ટ કેસો અંગેની ચર્ચા કરવામાં આવેલ તથા “ધી પ્રોહિબીશન ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ એઝ મેન્‍યુઅલ સ્‍કેવેન્‍જર્સ એન્‍ડ ધેર  રીહેબીલીટેશન એકટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩” અન્વયે બનેલ બનાવોમાં વારસદારોને ચૂકવેલ સહાય અને બાકી કેસોની સમીક્ષા તેમજ સફાઇ કર્મચારીઓની સલામતી, હેલ્થ ચેકઅપ અને જિલ્લાની તમામ નગરપાલિકા/મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા ભૈાતિક સાધનો અંગેની સમીક્ષા કરવામાં આવેલ હતી.

આ વેબેક્સ બેઠકમાંએસી.એસ.ટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, નાયબ નિયામક, વિજીલન્સ સૈારાષ્ટ્ર ઝોન રાજકોટના શ્રી કે.જે.રૂપારેલીયા તેમજ નાયબ નિયામક અનુસૂચિત જાતી કલ્યાણ જામનગર ડૅા.ઘનશ્યામ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *