Gujarat

જામનગર- રાજકોટ હાઈવે પરથી ધ્રોલ પોલીસે ફિલ્મી ઢબે ૫૪૦ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને જાેઈ એક વાહનના ચાલકે પુર ઝડપે રાજકોટ તરફ પોતાનું વાહન ભગાડી મુક્યું હતં. જેથી પોલીસે આઠ કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી વાહનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જાેકે, વાહન ચાલક વાહન છોડી નાશી છૂટવામાં સફળ થયો હતો. ધ્રોલ પોલીસનો સ્ટાફ ગાંધી ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે જાેડિયા તરફથી એક બોલેરો પીકઅપ વાહન પુર ઝડપે પસાર થયું હતું. પોલીસે વાહન ચાલકને ઉભો રાખવા ઇસારો કર્યો હતો. પણ પોલીસના સંદેશની અવગણના કરી વાહન ચાલક પોતાનું વાહન પુર ઝડપે રાજકોટ તરફના માર્ગ પર વાળી નાશી ગયો હતો. પોલીસે તાત્કાલિક ખાનગી વાહનમાં જે તે વાહનનો પીછો કર્યો હતો. પરંતુ આઠ કિમી દુર એક હોટેલ પાસે આ વાહન રોડથી નીચે ઉતરી બાવળની જાળીઓમાં જાેવા મળ્યું હતું. પોલીસ પોતાના સુધી પહોચે તે પૂર્વે વાહન ચાલક વાહનને રોડ નીચે ઉતારી નાશી ગયો હતો. પોલીસે પીકઅપમાં ચેક કરતા અંદરથી જુદી જુદી બ્રાંડનો ૫૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. જીજે ૩૮ ટી ૪૬૨૦ નંબરની બોલેરોમાંથી દારૂ કબજે કરી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરુ કરી છે. આ કાર્યવાહી ધ્રોલના પ્રોબેશનલ પીએસઆઈ કે એસ માણીયા સહિતના સ્ટાફે પાર પડી હતી. જામનગર- રાજકોટ હાઈવે પરથી ધ્રોલ પોલીસની ટીમે ૫૪૦ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *