Gujarat

જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી

જામનગર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં ડબ્લ્યુએચઓ આઈસીટીએમ ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન-પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવું.-પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા.-ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણે અને માર્ગદર્શિકા વિકસાવવા, હાલની ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી ડબ્લ્યુએચઓ એઈએમ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના, ઉદ્દેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને ડબ્લ્યુએચઓ એકેડેમી અને અન્ય વ્યાત્મક ભાગીદારો સાથે ભાગીદારી દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ ટેડ્રોસ અધાનમ બેયસસે ભારતના માનનીય પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ૧૩મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં ડબ્લ્યુએચઓ જીસીએમની સ્થાપનાની જાહેરાત કરી હતી. માનનીય પ્રધાનમંત્રીએ ડબ્લ્યુએચઓ ની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે ડબ્લ્યુએચઓ જીસીટીએમ વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી છે. જેટીએફમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં, આઈટીઆરએ, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાના કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલ તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત ડબ્લ્યુએચઓ ટીએમનું આવીજન કરવામાં આવે. વચગાળાનાં કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી, પરંપરાગત દવા માટે આર્ટિફિશ્લ ઇન્ટેલીજન્સી આધારિત ઉકેલો, કોકેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, ડબ્લ્યુએચઓ જીપીડબ્લ્યુ ૧૩ (કાર્યનો તેરમી જનરલ પ્રોગ્રામ ૨૦૧૯ ૨૦૨૩) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને ડબ્લ્યુએચઓ આઈઆઈએમના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, સાસ્વત વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે વિકાસ લક્ષ્યાંકો. પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક અને જૈવવિવિધતાનો વારસો વ્યાપકપણ વિતરિત કરવાનો છે. ડબ્લ્યુએચઓ આઈસીટીએમ પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે, આયુષ મંત્રાલયે ડબ્લ્યુએચઓ સાથે આયુર્વેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજાે વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-૧૧ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડ્યુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત પ્રણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઍક હર્બલ મેડિસિન અને અન્ય સંશોધન અભ્યાસી વગેરેના કામને સમર્થન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *