જૂનાગઢ તા.૭ જૂનાગઢ શહેર ખાતે આવેલ ઉપલા દાતાર-નીચલા દાતારની જગ્યામાં ઉર્ષનો તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં ઉપલા દાતાર તથા નીચલા દાતાર ખાતે ચંદનવિધિ તથા મહેંદી રસમ જેવા કાર્યક્રમ થનાર હોય અને તેમાં બહોળા પ્રમાણમાં હિન્દુ તથા મુસ્લીમ લોકો ભાગ લે છે. છેલ્લા ઘણા સમયથી ઉપલા દાતારની જગ્યામાં મુંજાવરની નિમણૂક બાબતે હિન્દુ તથા મુસ્લી કોમ વચ્ચે વિવાદ ચાલતો હોય તેથી પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ ઉર્ષ દરમિયાન કોઇ જાતનો અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુસર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે દાતાર ઉર્ષ દરમિયાન ઉપલા દાતાર ખાતે જવા માટેની સીડીના પ્રથમ પગથિયાથી ઉપલા દાતાર સુધી વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી કરવાની મનાઇ છે. જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભુમિ કેશવાલાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ મળેલ અધિકારની રૂએ તત્કાલીન અસરથી તા.૧૦/૧૦/૨૦૨૨ સુધી જાહેરનામુ ફરમાવવામાં આવ્યું છે.
આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂા.૨૦૦ નો દંડ અથવા બન્નેની સજા થઇ શકે છે.
