Gujarat

 જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને  રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા ટીબી રોગના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી .

દેશના વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવાના હેતુથી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળની કોમ્યુનિટી પેશન્ટ સપોર્ટ સ્કીમ અંતર્ગત ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરી ટીબી રોગના દર્દીઓને સરકાર દ્વારા મળતી મફત તપાસ અને સારવારની સેવાઓ ઉપરાંત દર્દીને જલ્દી રોગમુક્ત થવા માટે પૌષ્ટિક આહારની પણ એટલી જ જરૂર રહેતી હોવાથી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તથા જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં સુપુત્ર જૈનિન કુમાર ના જન્મદિવસ નિમિત્તે ૧૦ જેટલા ટીબીનાં દર્દીઓ દત્તક લઇને છ મહિના સુધી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૈડીવાસણ તથા મોટીકડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ટીબી રોગના ૨૦ જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ જે કાર્યક્રમ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા તેમના સોનલબેન, તેમના સંતાનો જૈનીન અને ધ્રુવી ઉપરાંત  ઇન્ચાર્જ  તાલુકા આરોગ્ય અધિકારી ડો.આશિષ બારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડીવાસણ નાં ડો.હર્ષ ભાવસાર તથા મોટીકડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો અર્જુન રાઠવા, જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા આઇઇસી કો -ઓર્ડીનેટર અશ્વિનભાઈ રાઠવા કવાંટ તાલુકાના ટીબી રોગના સુપરવાઈઝર અરવિંદભાઈ રાઠવા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડીવાસણ નાં કર્મચારીઓ સહિત શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન નાં પ્રમુખ કનુભાઇ લિંબાચીયા,  ઉપપ્રમુખ જગતકુમાર પટેલ,ટ્રસ્ટી મંડળ નાં સદસ્ય , જિતેન્દ્ર રાવ એમએમ વોરા ગીરિશભાઈ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220924-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *