Gujarat

જિલ્લા પંચાયતના સભ્ય સોમતભાઈ વાસણ અને તાલુકાના અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ

જૂનાગઢ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપી તેઓને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

   માંગરોળ તાલુકાના મેખડી ગામે આજે તારીખ ૧૨મી જુલાઈ ના રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રાનું બાળાઓએ સ્વાગત કર્યું હતું.

     વિકાસ રથ અંતર્ગત ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને પદાધિકારીઓએ વિકાસલક્ષી સંવાદ કર્યો હતો. ગામમાં એક પણ લાભાર્થી લાભોથી વંચિત ન રહી જાય તે માટે આવાસ, પાણી, અનાજ વિતરણ, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વ્યક્તિગત સહાય અંગેની યોજનાઓ ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ આંગણવાડી અને આરોગ્ય લક્ષી યોજનાઓ ની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સોમતભાઈ વાસણ, મામલતદાર શ્રી પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી જોશી, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર, ગામના આગેવાનો તેમજ ક્લસ્ટર વાઈઝ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

mekhadi-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *