શહેરના રબારીકા રોડ વિસ્તારમાં પરપ્રાંતિય પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી તેથી તેણે પત્નીનું ગળું દબાવી તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે
ગઇ કાલે જેતપુરના રબારીકા રોડ ઉપર આવેલ મહાદેવ ફિનીશંગ નામના સાડીના ઘડીના કારખાનામાં મજૂરી કરતા પરપ્રાંતિય પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી તેથી તેણે તેની પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાને લઇ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બનાવની વિગતો મુજબ “શહેરના રબારીક રોડ વિસ્તારમાં આવેલ મહાદેવ ફીનીસીંગ નામના કારખાનામાં મજુરી કામ કરતા ત્રીલોક ચમાર તેની પત્ની મનીષાબેન (ઉ.વ.૧૯) નું ગળુ દબાવી હત્યા કરી નાસી છુટયો હતો.અન્ય મજુરોએ સવારે ઓરડી બંધ જોઇ ખોલવાની કોશીષ કરતા અંદર મનીષાબેન નીચે પથારીમાં પડેલ હોય તે નહી જાગતા શંકા જતા પોલીસને જાણ કરેલ પોલીસે મૃતદેહને પીએમ માટે રવાના કરેલ દરમ્યાન તેનો પતિ ત્રીલોકીએ મનીષાબેનના કાકાના દિકરા અભેન્દ્રકુમારને ફોન કરીને કહેલ મે મનીષાનું ગળુ દબાવી હત્યા કરી દીધેલ છે. જેથી પોલીસે તેની ફરીયાદ પરથી ત્રીલોકી વિરૂધ્ધ આઇપીસી ૩૦ર મુજબ ગુન્હો નોંધી નાસી છુટેલ આરોપી પતિ ત્રિલોકને પકડી પાડી પુછતાછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ચારિત્ર્યના શંકાના કારણે ત્રિલોકે પત્નીને પતાવી દીધાનું ખુલ્યું છે. ત્રિલોકની હાલ પુછપરછ હાથ ધરાઇ છે


