Gujarat

જેતપુર તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરીનું નવું હોવા છતાં જર્જરિત ઈમારતમાં કામગીરી ચાલુ

સરકારી રેકર્ડ પણ જૂની બિલ્ડીંગ રાખીને કરવામાં આવે છે બેદરકારી
સરકાર દ્વારા સ્માર્ટસિટીના મસ મોટી વાતું કરવામાં આવી રહી છે એ વચ્ચે
જેતપુર તાલુકા પંચાયત કચેરીની જૂની જર્જરીત બિલ્ડિંગમાં હજુ તમામ વિભાગો પૂર્વવત છે જ્યારે નવી પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ નવી બિલ્ડિંગમાં બિરાજે છે.
જો વાત કરીએ તો જેતપુર તાલુકા પંચાયતની તો જેતપુર તાલુકાના 49 ગ્રામ પંચાયતનું હેડલિંગ કરતું જેતપુર રાજકોટ રોડ પર આવેલું જેતપુર તાલુકા પંચાયત કચેરીને નવું બિલ્ડિંગ 3 વર્ષ પહેલાં મળ્યું હોવા છતાં અંદાજે 40 વર્ષ જૂની જર્જરીત બિલ્ડિંગમાં હજુ પણ જુદા જુદા વિભાગો પૂર્વવત્ છે.
જેતપુર તાલુકા પંચાયતની જૂની જર્જરિત બિલ્ડીંગમાં લાંબા સમયથી ઘણી કામગીરી ચાલી રહી છે જેમકે બાળ આધાર કાર્ડની કામગીરી, સરકારી રેકર્ડ તેમજ આંગણવાડીના કર્મચારીઓ પણ આ જૂની  ખંઢેર ઈમારતમાં બેસે છે. જે ને લઈને નાછૂટકે સમાન્ય જનતાએ પોતાના જીવન જોખમે આ બિલ્ડીંગમાં આવવું પડે છે. બાળ આધાર કાર્ડ કઢાવવા માટેની કામગીરી જેતપુર તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં ઘણા સમયથી ચાલે છે. જેને લઈને શહેર અને તાલુકાની લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ જર્જરિત ઈમારતમાં કામગીરી માટે આવવું પડતું હોય છે. તેમજ તાલુકા પંચાયતનો સરકારી રેકર્ડ પણ પોતાના મલિન ઈરાદા સાથે આ જર્જરિત ઇમારતમાં ટીડીઓ કુગસિયા દ્વારા રાખવામાં આવેલો હોય તેવી પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
ટીડીઓ એન.ડી. કુગસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા સમયમાં તમામ કામગીરી નવા બિલ્ડીંગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં લોકોના જાનહાનિના સવાલ અંગે પૂછતાં ટીડીઓ ગેગેફેફે કરતા નજરે પડયા હતા. હવે લોકોમાં એ સવાલે વેગ પકડ્યો છે કે જો આ તાલુકા પંચાયતની જૂની ખખડધજ બિલ્ડીંગમાં ટીડીઓ પોતાની ઓફીસ કેમ નથી રાખતા. શા માટે પોતે નવી બિલ્ડીંગના બેસે છે અને લોકો અને બીજા કર્મચારીઓને જૂની બિલ્ડીંગમાં જવા મજબુર કરે છે તે પણ એક લોકચર્ચાનો મુદ્દો બન્યો છે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220211-173605__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *