જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, એરંડા, જીરુ સહિતના પાકોનું વેચાણ મબલખ પ્રમાણમાં થયું છે. ખેડૂતોને સૌથી ઊંચો ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે. અહીં આજુબાજુના તાલુકાના ખેડૂતો પોતાનો જણસ વેચવા આવી રહ્યા છે.
જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલક આવક શરૂ થઇ હતી વધુ આવક થતાં મા.યાડૅ ખાતે વાહનોની લાંબી કતાર લાગી હતી, ધાણામાં અલગ અલગ જેવા કે સ્કૂટર.બદામી .સિંન્ગરલપેરેટ,ડબલ પેરેન્ટ, જેવી વિવિધ વેરાયટી જોવા મળી હતી,અને આવા ધાણાની આવક થઈ છે. જેના કારણે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે હજુ ખેડૂતો મોટા પ્રમાણમાં ધાણા માટે યાર્ડમાં આવી રહ્યાં છે. ધાણાનો ભાવ પણ ખેડૂતોને 1700 થી 2200 સુધીનો મળી રહ્યો છે. જો ગત વર્ષના ભાવની સરખામણી કરીયે તો કે ગત વર્ષે ધાણાનો ભાવ 1400 રૂપિયા હતો. જેની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને ધાણાનો વધારે ભાવ મળ્યો છે. જેને લીધે ખેડૂતો પણ આનંદમાં જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રના ખેડૂતોને જેતપુર માર્કેટિંગ યાર્ડ પર જે વિશ્વાસ છે તે વિશ્વાસને કાયમી જાળવી રાખવા યાર્ડના સત્તાધીશો તેમજ કર્મચારીઓ દિવસ-રાત એક કરી મહેનત કરી રહ્યા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં માલ ઊતરવાની જગ્યા ટૂંકી પડતી હોવા છતાં ખેડૂતોનો માલ વ્યવસ્થિત ઉતરી જાય તેમજ ભવિષ્યમાં નવી જમીન ભાડે રાખી બધા માલનો સમાવેશ થઈ જાય તેવું આયોજન કરી રહ્યાં છીએ.
હરેશ ભાલીયા જેતપુર


