રહીશોએ ટાવર ઊભો નાં કરવામાં આવે તેવી લેખિત ફરિયાદ કરવામાં આવી
જેતપુરના મંડલીકપુર ગામમાં એક રહીશે પોતાના પ્લોટમાં આજુ બાજુમાં કોઈને કહ્યા વિના પોતાના રીતે મોબાઈલ ટાવર ઊભો કરાવતાં વાતાવરણ તંગ બની ગયું હતું
ગામના એક રહીશે પોતાના માલિકીના પ્લોટમાં ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઉભો કરવા ગ્રામ પંચાયતની પૂવૅ મંજૂરી માગવામાં આવી હતી પરંતુ આ બાબતની જાણ પ્લોટની આજુબાજુના વિસ્તારના રહીશોને થતાં કેટલાક રહીશોએ આનો વિરોધ દર્શાવ્યો હતો અને સ્થાનિક ગ્રામ પંચાયતમાં વાંધા અરજી પણ આપી ત્યારબાદ સ્થાનિક રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને લેખીતમા રજૂઆત કરાઇ હતી
જયારે આ વિસ્તારમાં સ્થાનિક લોકોની માંગ છે કે ટાવર રહેણાંક વિસ્તારની નજીક ઉભો કરી શકાય નહીં કારણ કે આજુબાજુ વૃદ્ધો,નાના બાળકો,પશુ, પક્ષીઓને રેડિએશનથી વિપરીત અસર થાય તેમ છે અને તેઓના આરોગ્ય સામે સતત ખતરો રહેશે જેથી ટાવર અન્યત્ર જગ્યાએ ઊભો કરવો અને રહેણાંક વિસ્તારમાં હેતુ ફેર કર્યા સિવાય ટાવર ઉભો થઈ શકે તેમ નથી જેથી લોકોએ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
આ રજૂઆત બાદ તંત્ર દોડતું થયું હતું અને તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત તપાસ કરી સત્વરે આ ટાવરનું કામ બંધ કરવા સુચના અપાઇ છે રોષે ભરાયેલા અરજદારોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ટાવરનું કામ બંધ કરી ટાવર માટે ખોદેલો વિશાળ ખાડો સત્વરે પુરી દેવા માંગ કરાઇ હતી આ બાબતે ટાવર ઉભો કરવા પૂવૅ મંજૂરી માગવામાં આવી હતી.પરંતુ મંજુરીમાં કેટલાકે સમર્થન આપ્યું હતું અને કેટલાકે વાંધો દશૉવ્યો હતો પરંતુ પંચાયત દ્વારા સમગ્ર પ્રકરણમાં નિવેડો ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.


