Gujarat

જેતપુરનાં થાણાગાલોળમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો

માવતરે આવેલ દીકરીએ એસિડ પી મોત માગી લીધું
જેતપુરનાં થાણાગાલોળમાં 23 વર્ષીય મહિલાએ ગઈ કાલે તેમના પિતાના ઘરમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક બીમાર હોવાનું અને લાંબા સમયથી  સારવાર ચાલી રહ્યુ હોવાનું સામે આવ્યુ હતું.
ઘટના પ્રમાણે જેતપુરનાં થાણાગાલોળ ગામની દીકરી આશાબેન ચંદુભાઈ ચૌહાણ (ઉ.મ.૨૩) કોળી નાં લગ્ન અમરાપુર ગામના પિયુષભાઈ પરમાર સાથે થયા હતા જ્યાં સાસરે હતા હાલ આશાબેન તેમના પિતા ચંદુભાઈ ચૌહાણને ત્યાં થાણાગાલોળ માવતરે બે દિવસ પહેલા આટો મારવા આવ્યા હોઈ  આશાબેન માનસિક બીમાર હોઈ છેલ્લા ઘણા સમયથી જુનાગઢ માં આવેલ હોસ્પિટલની સારવાર લઈ રહ્યા હોઈ પરતું ગઇ કાલે રાત્રે આશાબેન માનસિક બીમારી થી કંટાળી એસિડ પી લીધું હોઈ જેની જાણ પરિવારજનોને ખબર થતાં દીકરીને તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા હોસ્પિટલ ખાતે જ પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.તપાસમાં મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતી હોય તેની દવા ચાલુ હોવાનુ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પીએસાઈ ગાંગણા તપાસ કરી રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220508-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *