શહેરમાં પોલીસે લાલ આંખ કરતા જુગારના અખાડાઓ ઝડપાઇ રહયા છે. મતવા શેરીમાં રહેતો જાવલો ઘુટાણીના મકાનમાંથી રૂ.૧.૦૯ લાખના મુદામાલ સાથે ૪ શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લીધા.
શહેર પી.આઇ. જે.બી.કરમુર, પ્રો.પી.આઇ.બી.ટી.અકબરી તેમજ ટીમના પીએસઆઇ ડી.કે.બોરીચા, પીએસઆઇ ડી.એમ.મકવાણા, હિતેષભાઇ સોવલીયા, પ્રતાપસિંહ ચુડાસમા, અભયરાજ સિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મનદીપસિંહ જાડેજા, લખુભા રાઠોડ, શકિતસિંહ ઝાલા તથા રામજીભાઇ ગરેજાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ચોકકસ બાતમી આધારે જાવીદ ઉર્ફે જાવલો હનીફભાઇ ઘુટાણી (રહે. મતવા શેરી) તેના એમ.જી. રોડ, તાઇ શેરીમાં આવેલ મકાનમાં જુગાર અંગેની રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રમતા સાજીદ અબ્દુલભાઇ પરમાર (રહે. લાદી રોડ) રજાક ઉર્ફે ચીનુ દાઉદભાઇ કાથરોટીયા (રહે. નાના ચોક) હનીફ ઉર્ફે બાપુ રસુલભાઇ હાસમી (રહે. બોખલા દરવાજા) તેમજ મકાન માલીક જાવીદ ઉર્ફે જાવલો ઘુટાણીને રોકડા રૂ. ૩૩,૮૫૦ મોબાઇલ નંગ-પ કિ. રૂ. ૫૬,૦૦૦ મો.સાયકલ-૧ કિ. રૂ. ર૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૦૯,૮૫૦ના મુદામાલ સાથે તમામ શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે
હરેશ ભાલીયા જેતપુર.


