જે અંતર્ગત e-FIRની સુવિધા જેમાં વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ (https://gujhome.gujarat.gov.in) સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે નાગરીકોને e-FIR ની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં નાગરીકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી અને માત્ર એક કલીક વડે અરજદાર પોતાની FIR રજીસ્ટર કરાવી શકે છે.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમંકર સિંહ સાહેબ દ્રારા અમરેલી જિલ્લાના અમરેલી સીટી, રાજુલા,ધારી,બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ,સ્કુલો તથા કોલેજોમાં તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અન્ય જગ્યાઓ પર સ્થાનિક પોલીસ સાથે રહી e-FIR અંગેના કાર્યક્રમોમાં માર્ગદર્શન આપશે.
આ ઉપરાંત પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી ડીવીઝન,નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સાવરકુંડલા ડીવીઝન, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્ય મથક,અમરેલી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એસ.સી.એસ.ટી.શાખા દ્રારા અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે e-FIR અંગેની જાગૃત્તિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબશ્રીની સુચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવતી શૈક્ષણિક સંસ્થાઓ,સ્કુલો તથા કોલેજોમાં e-FIR અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત અમરેલી જિલ્લામાં e-FIRની બહોળી પ્રસિધ્દ્ર અન્વયે જિલ્લાના તમામ વિસ્તારોમાં જાગૃત્તિ અંગેના હોડીગ્સ,બેનર,પોસ્ટરો તથા પેમ્પલેટનું વિત્તરણ કરવામાં આવનાર છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

