Gujarat

દેલવાડામાં ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ઉજવાઈ.

ઊનાના દેલવાડામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિજયભાઈ બાંભણીયાની ઓફિસે થી 400 થી વધુ વિધવા મહિલાઓને સહાયના ઓર્ડર અપાયા અને દર મહિને એક વિધવા મહિલા દીઠ 1250 રૂપિયા લેખે દેલવાડા તેમજ આજુબાજુના ગામની વિધવા મહિલાઓને કુલ 6 લાખ થી વધુની રકમ સરકાર દ્વારા મળી રહી છે.

ઉના પંથક ના દેલવાડા ગામે ડો. બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ ની ઉજવણી પ્રદેશ યુવા ભાજપ ના પૂર્વ મંત્રી વિજયભાઈ બાંભણીયા ની ઓફિસ ખાતે ડો. ભીમરાવ સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાજંલી અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરી હતી ત્યારબાદ દેલવાડા તેમજ આજુબાજુ ના 4 ગામ ની વધુ 60 વિધવા મહિલાઓ ને વિધવા સહાય યોજના ના ઓર્ડર અર્પણ કરાયા હતા જેમાં તમામ વિધવા મહિલાઓ ને દર મહિને પોતાના બેન્ક ખાતા માં 1250 રૂપિયા ની સરકાર ની ગંગા સ્વરૂપ આર્થિક યોજના અંતર્ગત આર્થિક સહાય મળશે , આ તકે ઉના તાલુકા પંચાયતના સભ્ય દેવશીભાઈ મકવાણા તેમજ લખમણભાઈ બાંભણીયા , રામભાઈ દમણિયા , દિલીપભાઈ બાંભણીયા , ઉપ સરપંચ હાજી શબ્બીરશા બાનવા , હાજી હુસેનમિયા બહારુની , મોહસીન શાહમદાર સહિત ગ્રામ પંચાયત ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..

-આંબેડકર-ની-જન્મ-જયંતિ-ઉજવાઈ..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *