ઊનાના દેલવાડા ગામમાં જ્યા ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળેલ હતા. અને જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નિકળતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળેલ અને આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળેલ હતા. આ બાબતે ૨૬ ઓગષ્ટ. અહેવાલ પ્રસિધ્ધ થતાં તંત્ર આખરે સફાળુ જાગ્યુ હોય તેમ ગામમાં તમામ શહેરી વિસ્તારમાં મચ્છર જન્યરોગને ડામવા ગલીએ ગલીએ ડીડીટી પાવડરનો છંટકાવ તેમજ ઘરે ઘરે સર્વે કરી પાણીમાં ક્લોરીનની દવા નાખવામાં આવેલ હતી. તેમજ ફોંગીગના ધુમાડો કરી તમામ વિસ્તારમાં ફેરવામાં આવેલ હતું. આમ રોગચાળો ફાટી નિળ્યા બાદ તંત્રની આંગ ખુલતા તમામ વિસ્તારનો સર્વે કરવાની કામગીરી કરાતા લોકોએ રાહત પ્રસરી હતી.


