જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષક સી.જી. ઊકાણી, શારદા બેન બરવાળીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય.1994 ની બેન્ચ ના વિઠ્ઠલ દોંગા, શશીકાંત જોશી, સહિતના બધા વિદ્યાર્થી મીત્રો એ વિદાય સમારંભ યાદગાર પ્રસંગ બની રહે તે માટે કઈક અલગ જ પ્રકારની દક્ષિણા આપવા માટે અત્યાર ના સમયનુ સૌથી મોટુ દાન રક્તદાન કરી રક્તતુલા કરી ગુરૂ દક્ષિણા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. રક્ત દાનમા એકત્ર થયેલ રક્ત થેલેમિયા પીડિત વ્યક્તિ માટે જયદીપ બ્લડ સેન્ટર રાજકોટના સહયોગથી અર્પણ કર્યુ હતું આ તકે જેતપુર તાલુકાના ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા,બોર્ડમેમ્બર પ્રિય વદન ભાઈ કોરાટ, સુરેશ ભાઈ ક્યાડા , તેમજ દેવકી ગલોળ ગ્રામ પંચાયત તમામ સભ્યો. સરપંચ, અશોક ભાઈ વિશાવેલિયા રાજકીય અને સામાજિક આગેવાનો, તેમજ બહોળા વિદ્યાર્થીઓ, તેમજ બ્લડ ડોનટ એક ગૃપ જેતપુરના પરેશ ભાઈ વગેરે તેમજ દેવકી ગલોલ ગામ ની યુવા ટીમ, તેમજ સમસ્ત ગ્રામજનોની હાજરીમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો.


