જામનગર
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં મોટી દુર્ઘટના સર્જાતાં અટકી હતી. ખંભાળિયામાં બનેલી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવી જાેતાં પૂરપાટ ઝડપે આવેલી કાર સૌપ્રથમ કોર્નર પરની દુકાનોના શટરમાં અથડાઈ હતી. ત્યાંથી આગળ જઈ રસ્તા પર વીજપોલ સાથે અથડાતાં બેથી ત્રણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે નજીકમાં જ ફરજ બજાવી રહેલા હોમગાર્ડનાં જવાનો દોડ્યા હતા. જાેકે કારચાલક કાર મૂકી નાસી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે કાર સિવાય રસ્તા પર એક બાઈક પણ જાેવા મળી રહ્યું છે. કાર જ્યારે દુકાન સાથે અથડાઈ ત્યારે બાઈકસવાર તેની ખૂબ જ નજીક હતા. સદનસીબે કાર દુકાન તરફ જતાં બાઈકસવારનો ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવતાં કાર દુકાનોમાં અથડાઈ હતી. ત્યાર બાદ વીજપોલ સાથે ટકરાઈ પલટી ગઈ હતી. આ સમયે નજીકમાં જ હોમગાર્ડના જવાનો ફરજ બજાવી રહ્યા હતા અને બે બાઈકસવાર પણ પસાર થઈ રહ્યા હતા. જાેકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
