Gujarat

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને લઈને કોંગી નેતાએ કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહયા છે 

ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવ્યા છે, છોટાઉદેપુર અને નસવાડીમાં ભાજપના મહામંત્રી સહિત ભાજપના હોદ્દેદારોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી કોંગ્રેસના અધિરંજન ચૌધરીના રાજીનામાની માંગ કરી છે.એક આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ એવા રાષ્ટ્રપતિ પદ ઉપર બિરાજમાન છે ત્યારે દેશના પ્રથમ નાગરિક આદિવાસી મહિલા માટે કરાયેલ ટિપ્પણી એ દેશનું દેશની માહિલાઓનું અને આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનું મહામંત્રી પ્રો.શંકર રાઠવાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220729-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *