Gujarat

દેશમાં મહિલાઓ ફરજ બજાવે તેવી પીએમ મોદીની સલાહનો જેતપુરમાં ઉલાળિયો !!

જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં મહિલા પ્રમુખને બદલે તેમના પતિદેવનું સામ્રાજ્ય
કોઈ લેખિત ફરિયાદ કરે તો પગલાં ભરવાનનું કહી ટીડીઓનો પાંગળો બચાવ
દેશની તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા મહિલા સરપંચ ફરજ બજાવે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહનો જેતપુર શહેરમાં ઉલાળીયોકરવામાં આવી રહ્યો છે. જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખ મહિલા હોવા છતાં તેમના પતિ જ તાલુકા પંચાયત કચેરીમાં સામ્રાજ્ય જમાવીને બેઠા હોવાની ફરિયાદો ઉઠી છે. ખુદ  તાલુકા પંચાયતના મહિલાપ્રમુખના પતિ કહે છે કે જરૂરિયાત સમયે અમે પ્રમુખને બોલાવી લઇએ છીએ બાકી મહિલાઓ કામ કરવા સક્ષમ ન હોવાથી તેઓની કામગીરી પોતે કરે છે. લાગતા વળગતા સત્તાધીશો આ બાબતે શું પગલાં ભરશે તો સમય જ બતાવશે.
થોડા દિવસો પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમસ્ત દેશવાસીઓ ને ઉદેશીને એક રાષ્ટ્રજોગ નિવેદન કરતા કહ્યું હતું કે દેશમાં જે ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેઓએ જ ફરજ બજાવવી જોઈએ.
પરંતુ જેતપુર શહેરમાં મોટાભાગની ગ્રામ પંચાયત કચેરીઓમાં તેમ જ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં મહિલા પ્રમુખ હોવા છતાં મહિલા પ્રમુખને બદલે તેમના પતિદેવ જ સામ્રાજ્ય જમાવીને કાર્યવાહી કરતા હોવાનું મીડિયાના કેમેરામાં કેદ થઇ ગયું છે.
બોક્સ : ટીડીઓનો દુરાગ્રહ ?
આ બાબતે જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જણાવે છે કે ખરેખર તો મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિ ન બેસી શકે અને આ બાબતે ભૂતકાળમાં તાકીદ પણ કરવામાં આવી  છે કે મહિલા પ્રમુખની સીટ પર કોઈએ બેસવું નહીં છતાં આવી કોઈ ફરિયાદ લેખિતમાં મળે તો અમે કાર્યવાહી કરી શકીએ તેવો ઉડાઉ જવાબ આપીને ટીડીઓએ પાંગળો બચાવ કર્યો હતો.
બોક્સ :
મહિલા પ્રમુખના પતિની અજ્ઞાનતા ?
જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ એવું જણાવ્યું હતું કે પોતે અને પોતાની પત્ની ધોરણ સાત પાસ છે. સાંપ્રત સમયમાં મહિલાઓ ઓછું ભણેલી હોય અને  કામ કરવા સક્ષમ ન હોવાથી મહિલાના પતિએ જ કામ કરતા હોય છે. સરકારે જે મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરી છે તે પણ પ્રથા ન હોવી જોઈએ તેવું  જણાવીને જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ કાયદા પ્રત્યે પોતાની અજ્ઞાનતા રજૂ કરી હતી.
બોક્સ
જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિનું શાસન
જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહિલાનું શાસન છે પરંતુ ભાગ્યે જ મહિલા પ્રમુખ જોવા મળતા હોવાનો લોકોનો આક્ષેપ છે. બીજી બાજુ સ્થાનિક પત્રકારોએ જેતપુર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિ સુરેશભાઈ ગોંડલીયા બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે ખુદ સ્વીકાર્યું હતું કે મહિલા પ્રમુખની સીટ ઉપર કોઈ ન બેસી શકે છતાં તે રોજ મહિલા પ્રમુખની સીટ પર બેઠેલા જોવા મળે છે ત્યારે લાગતા વળગતા સત્તાધીશોએ આ વખતે તાકીદે પગલા લેવા જોઈએ ટીવી ચાલુ લોકો માંગ ઉઠી છે.
હરેશ ભાલીયા જેતપુર

Picsart_22-03-26_08-36-44-713__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *