Gujarat

દ્વારકા રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, જે હાલ જામનગરના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો

દ્વારકા
દ્વારકાના રેલવે સ્ટેશન નજીક સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રિના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ યુવાનનું મૃત્યુ થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો આ મૃતદેહ હાલ જામનગરના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના વાલી-વારસની રેલવે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવાનના પરિવારજનોએ દ્વારકા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ બી.આર. નંદાણીયાના મોબાઈલ નંબર ૯૭૨૪૩ ૨૫૪૦૨ અથવા જામનગર રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૮-૨૭૫૫૨૫૬ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *