Gujarat

ધનીવાડીના બીએસએફ જવાનનિવૃત્ત થઈવતન પરત આવતાં ભવ્ય સ્વાગત

કવાંટ તાલુકાના ધનીવાડી ગામના પરેશભાઈ ફુલસિંગભાઈ રાઠવા ભારત દેશની રક્ષા કરે  છેલ્લા 24 વર્ષ અને 24 દિવસની ફરજ બજાવી સેવા નિવૃત થઈ શનિવારે પોતાના વતન ધનીવાડી પરત ફરતા તેઓનું કવાંટ ડોન બોસ્કો ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનું સ્વાગત કરવા માટે સૈનિક સંગઠનના જવાનો, ગામના વડીલો, યુવાનો તેમજ કવાંટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. કવાંટના મામલતદાર અને કવાંટ પી.એસ.આઈ દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારના 11.00 કલાકે તેઓ વતન પરત આવતા BSF જવાન પરેશભાઈ રાઠવાની આરતી ઉતારી, શાલ ઓઢાડી, તેમજ પુષ્પગુચ્છ અને ફૂલોના હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોન બોસ્કો ચોકડી પરથી કવાંટ ગામ તેઓની ટીમલી અને ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર તેઓનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. BSF જવાન પરેશભાઈ રાઠવાએ પોતાની સર્વિસ દરમિયાન પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે હું હેડ કોન્સ્ટેબલની રેન્કમાં હતો. મારી ભરતીના દિવસથી 24 વર્ષ અને 24 દિવસ ફરજ બજાવી સેવા નિવૃત્તિ લઈને વતનમાં આવ્યો છું. મને ખબર ન હતી કે ગામમાં મારું આટલું ભવ્ય સ્વાગત થશે અને આવા ભવ્ય સ્વાગત માટે હું મારા સૈનિક સંગઠન, ગામના વડીલો યુવાનોનો આભાર માનું છું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220403-WA0007_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *