ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ મનુભાઈ બગડાનું અવસાન થતા સ્વ.ના પાર્થિવ દેહને પીએમ માટે ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે લવાતા બગડા પરીવારના મોભીઓ અને પુત્ર પ્રિન્સ બગડાની ઇચ્છા અનુસાર સ્વવિજયભાઈ બગડાના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો આ અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે ડો જયેશ વેસેટીયન ડો અંકીતાબેન પરમાર અને મેડીકલ ટીમ દ્વારા ચક્ષુદાનની કાર્યવાહી કરેલ અને ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળ દ્વારા રાજકોટ જી.ટી. શેઠ આંખની હોસ્પીટલ ખાતે પહોંચતા કરાયા હતા આ તકે માજી નગરપતિ ડી.એલ. ભાષા , સોમાભાઈ બગડા , યોગેશભાઈ ભાષા તેમજ ધોરાજી ના સમસ્ત દલીત સમાજના અગ્રણીઓ , હોદેદારો , વકીલો અને યુવાનો હાજર રહી માનવ સેવા યુવક મંડળની સેવાઓને બીરદાવી હતી અને સ્વ.ને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતાં.આ તકે બગડા પરીવાર સહિતના ઓએ ડો જયેશ વેસેટીયન અને ટીમની સેવાઓને બિરદાવી હતી . માનવ સેવા યુવક મંડળને આ 53 મુ ચક્ષુદાન મળ્યું છે
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

