Gujarat

નડિયાદમાં ૧૦ વર્ષિય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાતા ચકચાર

નડિયાદ
નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતા ૧૦ વર્ષીય મિત્ર સાથે તેના બે ૧૬ અને ૧૭ વર્ષના મુસ્લિમ મિત્રોએ ભેગા મળી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું?. જાે કે આ બે પૈકી એક કિશોરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું, જ્યારે અન્ય કિશોરે મદદગારી કરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે ભોગ બનનારા બાળકે તેના કાકાને વાત કરી હતી અને કાકાએ ભોગ બનનાર બાળકના પિતાને વાત કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બાદમાં આ ઘટના સંદર્ભે ચકલાસી પોલીસને જાણ કરાઈ હતી. ચકલાસી પોલીસે ગુનો દાખલ કરી બે કિશોર આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે ભોગ બનનારા કિશોરનો મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો. સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારા આરોપી કિશોરોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.નડિયાદના ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બંધાયેલી મિત્રતાનો બે મિત્રોએ ખોટો ઉપયોગ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૦ વર્ષિય બાળક સાથે ૧૫ અને ૧૬ વર્ષના બે મિત્રોએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે?. આ બનાવ અંગે ચકલાસી પોલીસે બે સગીર બાળકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *