Gujarat

નરેશ પટેલ રાજકારણમાં આવું ના આવુ પર ભાજપના સાંસદે નિવેદન આપ્યું

રાજકોટ
નરેશ પટેલ ૧૦૦ દિવસથી રાજકારણમાં પ્રવેશવા-ના પ્રવેશવાની માઈન્ડગેમ રમી રહ્યા છે. તાજેતરમાં ગેટ ટુ ગેધરમાં પણ ૩૧ મેના રોજ જાહેરાત કરીશ એવું જણાવ્યું હતું, પરંતુ સૂત્રોનું માનીએ તો આટલો સમય મહેનત કરી તો રાજકારણમાં તો નરેશ પટેલ જાેડાશે જ. કોંગ્રેસના હાઇકમાન્ડે નરેશ પટેલને એવું જણાવ્યું છે કે પહેલા પાર્ટીમાં જાેડાઇ જાઓ, પછી આગળની વાત કરીશું. જ્યારે નરેશ પટેલની ઈચ્છા કોંગ્રેસનો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બનવાની છે. ખોડલધામ તમામ પક્ષો કરતાં મોટું છે, એટલે રાજકારણથી તો દૂર જ રહો, પરંતુ નરેશ પટેલની ઈચ્છા છે કે કોંગ્રેસમાં નહીં ગોઠવાય તો વડીલોને આગળ કરી સમાજ અને વડીલના નામે રાજકારણથી દૂર રહીને ફરી ખોડલધામમાં છે એવી રીતે જ સક્રિય રહેશે એવી જાહેરાત પણ કરી શકે છે.છેલ્લા ૩ મહિના કરતાં વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જાેડાવાની અટકળો ચાલી રહી છે. રાજકોટમાં આજે કલેકટર કચેરી ખાતે પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ પીએમ મોદી દ્વારા લાભાર્થી બાળકો માટે લાભો તથા સર્વિસીઝ રિલીઝ કરવામાં આવી હતી, જ્યાં હાજર રહેલા રામ મોકરિયાએ જણાવ્યું કે નરેશ પટેલે હવે યોગ્ય ર્નિણય લેવો જાેઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે અને પોતાની ઈચ્છા મુજબ તે કોઈપણ પાર્ટીમાં જાેડાઈ શકે છે. રાજકારણમાં આવવું કે નહીં એ તેની ઈચ્છાની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *