Gujarat

નવસારી સબજેલમાં છેલ્લા ૩ મહિનામાં મોબાઈલ મળવાની ચોથી ઘટના સામે આવી

નવસારી
નવસારી સબજેલમાં ૪૦૦થી વધુ કેદીઓ સજા કાપી રહ્યા છે. જેમાં કેદીઓ પોતના સ્વજનો સાથે વાતચીત કરવા યેનકેન પ્રકારે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે સબજેલમાં બીએપીએસ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન જેલની બેરેકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હવલદાર હેમંતને બેરેક નં. ૭ માં ચોરીના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી અંકિત યાદવ શંકાસ્પદ લાગતા તેની અંગઝડતી કરવામાં આવતા તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અંકિતની જેલર પરેશ પટેલ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા આ મોબાઈલ એક વર્ષથી બીલીમોરામાં આંતલિયાના નિમેષ પટેલની હત્યામાં સજા કાપી રહેલા મનોજ ઉર્ફે પદો પાટીલનો હોવાનું ખુલ્યુ હતું. જેથી મનોજને કાર્યક્રમમાંથી બોલાવીને પૂછપરછ કરતા બે મહિનાથી આ મોબાઈલ ફોન તેની પાસે હોવાનું જણાવ્યું હતુ. મોબાઈલનો ઉપયોગ તેની સાથે રહેતા અન્ય કેદી, જેમાં હનીટ્રેપના ગુનામાં બે મહિનાથી સજા કાપી રહેલા કાચા કામના કેદી વિજય ચૌહાણ અને અંકિત યાદવ પણ ઉપયોગ કરતા હતા. જેથી જેલર પી. પી. પટેલ દ્વારા ત્રણેય કેદીઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ટાઉન પીએસઆઈ શરદુલ ભુવાએ ત્રણેય કેદીઓનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જાે લઈ તપાસને વેગ આપવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા ત્રણ મહિનામાં નવસારી સબજેલમાંથી ચોથીવાર મોબાઈલ પકડાવવાની ઘટના સામે આવી છે. જેમાં અગાઉ બે એક મોબાઈલ અને એક સીમ કાર્ડ મળી આવ્યા હતા.નવસારી સબ જેલમાં ગતરોજ ચોરીના કેસમાં સજા ભોગવી રહેલા આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. સબજેલમાં છેલ્લા કેટલાક દિવસમાં મોબાઈલ મળવાની આ ચોથી ઘટના સામે આવી છે. એક વર્ષથી હત્યાના ગુનામાં સજા કાપી રહેલા કેદીનો મોબાઈલ હતો. અન્ય બે કેદીઓએ પણ મોબાઈલનો ઉપયોગ કર્યો હોવાનું જણાતા જ સબજેલના જેલરે નવસારી ટાઉન પોલીસ મથકે ત્રણેય કેદીઓ સામે ફરિયાદ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *