Gujarat

નેત્રંગ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની સંકલ્પ યાત્રા – ૨૦૨૨ આવતા ભવ્ય સ્વાગત કરાયું

* ૨૦૨૨ની વિધાનસભા તો ૨૦૨૪નું ટેલર છે :-  હિતેષગીરી ગોસ્વામી
પ્રાપ્ત માહિત મુજબ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને લઈને સંકલ્પ યાત્રા – ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન સૌરાષ્ટ્ર ઝોનનાં બોટાદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ મુખ્ય શાખાનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ અને આઇ.ટી.સેલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેષગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
બીજા તબક્કાની સંકલ્પ યાત્રા-૨૦૨૨ દક્ષિણ ઝોનમાં નરેન્દ્ર મોદી વિચાર મંચનાં રાષ્ટ્રીય સંસ્થાપક-સંયોજક રવી ચાણક્યજીની અધ્યક્ષતામાં પ્રારંભ થયો હતો.જે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવતા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિતિ મહેમાનોનું શાલ ઓઢાડીને અને માં ભારતીનો ફોટો આપી આવકારવામાં આવ્યા હતાં.જેમાં આવનાર ગુજરાત વિધાસભાની ચૂંટણી દેશ માટે કેટલી મહત્ત્વની છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.ભાજપને જીતાડવા મંચના કાર્યકરોને કામે લાગી જવા આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મંચના જિલ્લા અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ,જીલ્લા ઉપપ્રમુખ સંકેત પંચાલ,નેત્રંગ તાલુકા પ્રમુખ સનેહલકુમાર પટેલ અને સંગઠન મંત્રી મહેશભાઈ વસાવા કરવામાં આવ્યું હતું.

IMG-20220908-WA0159.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *