Gujarat

પાટણના ચીફ ઓફિસરે માસ્ક ડ્રાઈવ યોજી, માસ્ક પહેરવા અપીલ કરી

પાટણ
સરકારની કોવિડ ગાઇડલાઇનનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસરની માસ્ક ડ્રાઈવ દરમિયાન માસ્ક વગર નીકળતા રાહદારીઓ તેમજ વાહનચાલકો પાસેથી કોઈપણ જાતની દંડાત્મક કાર્યવાહી કર્યા વિના માસ્ક વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા ચીફ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની રવિવારની રજાના દિવસે પણ બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલી માસ્ક ડ્રાઇવની કામગીરી શહેરીજનોમાં પ્રસંશનીય બની હતી.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને કારણે અનેક લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રવિવારે રજાના દિવસે પણ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે માસ્ક ડ્રાઇવ યોજી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ફરજિયાત પણે માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવી રહી છે.

Appealed-to-wear-a-mask-without-taking-punitive-action.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *