ગાંધીનગર
ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા ૦૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી ૧૦૦ દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.૪૧૭ કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે. મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતો કહ્યું હતું કે રાજયની આશરે ૫,૦૦૦ જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની ૮,૦૦૦ જેટલી પેક્સ – સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયની છ અને મ્ વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા ‘ખેડૂત સહાય કેન્દ્ર’ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નકકી કરવામાં આવનાર છે.
