ગીર સોમનાથ જિલ્લાના
વ્યાયામ શિક્ષકો અને રમતવીરોએ ભાગ લીધો :
ખેલપ્રેમીઓને ખેલમહાકુંભમાં
ભાગ લેવા અનુરોધ….
ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લાના રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વ્યાયામ શિક્ષક સંધના સંયુકત ઉપક્રમે પ્રાંચીના કે.કે. મોરી હાઈસ્કુલ ખાતે જિલ્લાના વ્યાયામ શિક્ષકો માટે રાજ્ય સરકારની રમતગમતની વિવિધ યોજનાઓ તથા ખેલ મહાકુંભના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ થી વધુ વ્યાયામ શિક્ષકશ્રીઓ અને રમતવીરો હાજર રહ્યા હતા.
મહત્વનુ છે કે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમા ખેલ મહાકુંભ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. તેના સંદર્ભે વ્યાયામ શિક્ષકો અને ખેલપ્રેમીને માર્ગદર્શક આપવાના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ તકે સિનીયર કોચ કાનજી ભાલીયા તથા જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ વરજાંગભાઈ વાળાએ ખેલ મહાકુંભમાં જિલ્લામાંથી મહત્તમ રજીસ્ટ્રેશન થાય અને ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.
આ સેમિનારમાં પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી, જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, ઉપરાંત હરિભાઈ વાળા, અર્જુનભાઈપરમાર, બી.સી. સોલંકી, ડી.પી. નંદાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
