આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે અલીખેરવા જૂથ ગ્રામપંચાયત ના જાગૃત નાગરિક વી.ડી.રાઠવા દ્વારા શાળાને ગુલમોહર, જામ્બુ,લીમડો, કનજી જેવા વૃક્ષો ના છોડ આપવામાં આવ્યા અને તેઓ જાતે હાજર રહી શાળા પરિસર માં વૃક્ષો નું વાવેતર કર્યું.શાળા ના વિદ્યાર્થીઓ કે જેઓ ના ઘર આગળ ખૂલ્લી જગ્યા છે તેઓ ને પણ વૃક્ષો આપી પોતાના ઘર આગળ તેઓ વૃક્ષો વાવી જતન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી.સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ એ શાળા ના મેદાનના અને ઘર આગળ ના વૃક્ષો ની સાર સંભાળ રાખવાની પ્રતિજ્ઞા શાળા ના સિનીયર શિક્ષક શ્રી જે.વાય.મકરાણી દ્વારા લેવડાવવામાં આવી.તો બીજી બાજુ લોકશાહી ની પારાશીશી એવી ચુંટણી ને શાળા ના તમામ વર્ગ માં ઉજાગર કરવામાં આવી.ધોરણ 1 થી 12 સુધી તમામ વિદ્યાર્થીઓ લોકશાહીનું મહત્વ સમજે તે મુજબ સંપુર્ણ લોકશાહી ઢબે દરેક વર્ગ માં ચૂંટણી કરવામાં આવી અને દરેક વર્ગ માં 1 સિલેકટેડ અને 2 ઇલેકટેડ મોનીટર ની રચના કરવામાં આવી.નાના નાના ભૂલકાઓ માં ચુંટણી માટે નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.આ તકે અલિખેરવા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ એ ટ્રીગાર્ડ વૃક્ષોની રક્ષા માટે ટુંકસમય માં આપવાનું વચન આપતા શાળા ના આચાર્ય શ્રી ઉમરફારૂક ટપલા એ તેઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

