Gujarat

બોડેલી ભરચક વિસ્તારમા કારનો કાચ તોડી રુપિયા બે લાખ બોંતેર હજાર ની થઇ ચીલઝડપ,  ઇનોવા કારનો કાંચ તોડી પૈસા ભરેલુ પાકીટ લઇ અજાણ્યા શખ્શો ફરાર,  

બોડેલીમાં ભરચક વિસ્તાર એવા અલીપુરા ચાર રસ્તા પાસે શિવ કૃષિ નામની દુકાન ધરાવતા વેપારી ની ફોરવીલ ગાડી નો કાચ તોડી રૂપિયા બે લાખ બોતેર હજારની ચીલ ઝડપ થતાં બોડેલી નગરમાં હાહાકાર મચી ગયો હતો
    બોડેલી નગર માં ચીલ ઝડપ ના બનાવથી વહેપારી મથક બોડેલી ના વહેપારીઓ માં ફફડાટ ફેલાયો હતો
      પ્રાપ્ત વિગત અનુસાર જબુગામ ખાતે રહેતા અને બોડેલીમાં અલીપુરા ચાર રસ્તા પાસે શિવ કૃષિ કેન્દ્ર નામની દુકાન ચલાવતા પ્રદિપસિંહ  ચાવડા આજરોજ નિત્યક્રમ પ્રમાણે બોડેલી આવી પોતાની દુકાન ખોલી હતી અને દિવસભર ધંધો વેપાર કરી સાંજના 6:45 કલાકે દુકાન બંધ કરવા ના સમયે  દુકાન નો વકરો બે લાખ બોતેર હજાર  પર્સમાં મૂકી સામે પાર્ક કરેલી  કારમાં આગળની ડાબી સાઈડ ની સીટ ઉપર મૂકી  ફોરવીલ ગાડી ને બ્લોક કરી હતી અને દુકાનનો લોક મારવા માટે ગયો હતો અને દુકાનના શટર બંધ કરી પરત આવીને જોતા ડ્રાઇવર સાઈડના દરવાજાના કાચ તૂટેલી હાલતમાં હતા જેથી વેપારીએ ગાડીમાં મુકેલ પર્શ જોતા તે મળી આવેલ નહીં અને મેં આસપાસના વેપારીઓને બોલાવી વાત કરી હતી
        સમગ્ર બનાવો અંગે આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓની ગાડી પાસે સાથે કિસ્સામાં ઉભા હતા જેમાંથી કોઈ ઈસમોએ આ ચીજ ઝડપ કરી હતી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા જેથી ફરિયાદીએ બોડેલી પોલીસ નો સંપર્ક કરી આ ઇસમો વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આસપાસના સીસીટીવી કેમેરા તેમજ આજુબાજુ ઉભેલાને પૂછતા જાણવા મળ્યું હતું કે આ કામને અંજામ આપનાર સાત એક વ્યક્તિઓ હતા તેમાંથી એક ઈસમ પાસે એકટીવા ગાડી હતી તેમજ બીજા  પાસે પલ્સર જેવી ગાડી હોવાનું પ્રાથમિક તપાસમાં ભોગ બનનારને જાણવા મળ્યું હતું
    સમી સાંજે બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે ચીલ ઝડપ નો બનાવ બનતા બોડેલી પંથક ના વેપારી આલમમાં ખડગડાટ મચી ગયો હતો બોડેલી પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220927-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *