Gujarat

બોડેલીના મોટાંકાટવા ગામે સોના ના દાગીના ચમકવા નું કહી છેતરપીંડી કરવા નીકળેલા ,2 ભેજાંબાજ ને ગ્રામ જનો એ જડપી પાડી પોલીસને હવાલે કર્યા

બોડેલીના મોટાંકાટવા મા સવારે બે અજાણ્યા વ્યક્તિઓ એક મહિલાના ગરે જઈ  સોનાના દોરો
ચમકાવવા નું કહી છેતરપીડિ કરતા ભેજા બાજ જડપયત હતા
 મોટા કાટવા ના ગામ લોકોએ સમય સૂચકતા વાપરી બે ભેજાબાજ યુવકો ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યા હતા
 બોડેલી તાલુકાના મોટા કાટવા અછાલ ફળિયામાં રહેતા એક પરિવાર  ના ઘરે બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા
 મોટા કાટવા માં રહેતા રણજીતભાઈ ના પત્ની ઘરના વાડામાં ખેતરમાં ઘાસ કાપી રહી હતી તે દરમિયાન બે વ્યક્તિઓ વાળા માં આવી ને  રણજીતભાઈ ની પત્ની પાસે પીવાનું પાણી માંગતા તેઓ ઘરમા થી પાણી લઈ આવ્યા હતા ત્યારબાદ બે અજાણ્યા વ્યક્તિઓ એ  દ્વારા કહેવામા આવ્યુ હતું કે હમે કંપનીમાંથી આવ્યા છે. અને તમારા ઘરના જુના વાસણો આપો અમે એને નવા કરી આપશું અને જૂના વાસણો નવા કરીને બતાવ્યા હતા ત્યાર બાદ પોતાના બદ ઇરાદા સાથે આવેલા બે અજાણ્યા ઈસમોએ  રણજીતભાઈ ના પત્નીએ ગળામાં પહેરેલો સોનાનો દોઢ તોલાના દોરા ને ગળામાંથી  કઢાવી તેઓને  ભોળવીને ગળામાંથી ચેન કઠાવી ચેન ને પણ ચમકાવી આપવા જણાવ્યું હતું. અને ત્યારબાદ બે વ્યક્તિઓ એમના બદ ઇરાદા ને પાર પાડવા માટે કેમિકલયુક્ત પાણીમાં સોનાના દોરાને નાખી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ રણજીતભાઈ ના પત્ની ને કંઈ એમની સાથે અચૂક તુ બન્યું હોય એમ લાગતા બૂમાબૂમ કરી મુકતા આજુબાજુ રહેતા લોકો ઘરમાંથી દોડી આવ્યા હતા  અને ફડીયાના લોકો એકત્ર થઇ ગયા હતા અને ગામલોકોએ બંને ભેજાબાજ જોને ઝડપી પાડયા હતા અને બોડેલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે  આવી હતી અને ગામલોકોએ ઝડપેલા બને  આરોપીઓનો  કબજો લઈ બોડેલી પોલીસ મથકે  લઈ ગયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220426-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *