Gujarat

બોડેલી  નવજીવન સ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતાં શિક્ષકોમાં આનંદ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ નવજીવન સ્કૂલમાં છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની સમગ્ર સભા યોજાઈ હતી . જેમાં નસવાડી હાઈસ્કૂલના શિક્ષક અને સંઘના હાલના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેવ વયનિવૃત થતા હોઈ તેઓએ રાજીનામું આપ્યું હતું . જે આ સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું . અને પ્રમુખ સ્થાને ડુંગરવાટ હાઈસ્કૂલમાં શિક્ષક અને સંઘના હાલના મહામંત્રી મિતેશભાઈ પંચાલ ( ચકા ) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી . મિતેશભાઈ પંચાલ મહામંત્રીના બદલે પ્રમુખ બનતા મહામંત્રીની જગ્યા ઉપર નાનીટોકરી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા રાકેશભાઈ  પટેલની વરણી કરવામાં આવી હતી. આ બંને મહત્વના પદો ઉપરની વરણીને ઉપસ્થિત સૌ શિક્ષકોએ વધાવી લીધી હતી . આ સાથે નવાકારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી .
          જેમાં ૨૦ જેટલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો .  ઉપપ્રમુખ – મયુર શેઠ , ખજાનચી – મુકેશકુમાર પરમાર , મંત્રી – કલ્પેશભાઈ એમ . પટેલ , સહમંત્રી – મહેન્દ્રસિંહ સુથાર , સંગઠન મંત્રી – દિનેશકુમાર બારીયા , મીડિયા કન્વીનર – અરુણકુમાર રાજ , અન્વેષક – જીતેન્દ્રસિંહ રાઠોડ અને સમયુદીન અન્સારીની પણ નિમણૂક કરવામાં આવી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે , વડોદરા જિલ્લામાંથી છૂટા પડેલ નવનિર્મિત છોટા ઉદેપુર જીલ્લો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ દેવ અને મહામંત્રી તરીકે મિતેશભાઈ પંચાલ ફરજ બજાવી રહ્યા હતા . અને ત્યારથી જ તેઓ સતત શિક્ષકોના પ્રશ્ને જાગૃત રહી શિક્ષકોના પ્રશ્નોનું સમાધાન કરતા આવ્યા છે . જેના કારણે આ બંને શિક્ષકો શિક્ષક આલમમાં સારી એવી છાપ ધરાવી રહ્યા છે . હાલમાં જયારે નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે ત્યારે સમગ્ર જિલ્લાના શિક્ષકો અપેક્ષા રાખી રહ્યા છે કે , આ નવી ટીમ પણ મજબૂત રીતે કાર્ય કરશે અને શિક્ષકોના પ્રશ્નોનું સત્વરે સમાધાન લાવશે .
       આમ , છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની વરણી થતાં શિક્ષક આલમમાં આનંદની લાગણી છવાઈ છે અને આ વરણીને શિક્ષકોએ વધાવી લીધી હતી .
ફોટોલાઈન :- છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મિતેશભાઈ પંચાલ ( ચકાભાઈ ) ની તેમજ અન્યના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર :-
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220426-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *