ભરૂચ
ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને ૨૦૧૫માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જાે આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષાયંત્રનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આસો નવરાત્રીમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને ૯ દિવસ વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરાય છે તે રીતે જ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને ૯ દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે. જેમાં પ્રથમ નોરતે માતાજીને નંદી (ગાય) ઉપર બિરાજમાન કરાય છે, બીજા નોરતે સિંહ, ત્રીજા નોરતે વરૂણ, ચોથા નોરતે ગરૂડ, પાંચમા નોરતે હાથી, છઠ્ઠા નોરતે વાઘ, સાતમા નોરતે ૭ સૂંઢવાળા હાથી પર અને આઠમા નોરતે સિંહ અને નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય છે. આવી જ રીતે મોટા અંબાજી મંદિરે પણ માતાજીને વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવે છે મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહેલું છે અને આ મંદિરે આસો નવરાત્રિમાં ગુજરાત ભરમાંથી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજાર સ્થિત ૧૯૪૪માં સ્થાપિત થયેલું શક્તિપીઠ અંબાજી મંદિર મહત્વ ધરાવે છે. આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી, બે શિવલિંગ, ગણેશજી, હનુમાનજી તથા રામ લક્ષ્મણ સીતા સહિતની ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ભરુચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે.


