આગામી તા.૩૦/૧૦/૨૦૨૨, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩ મદદનીશ વનસંરક્ષક વર્ગ-૨ની લેખિત પરીક્ષાઓ યોજાનાર હોવાથી પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા.૩૦/૧૦/૨૦૨૨ના સવારના ૧૦:૦૦થી બપોરના ૦૧:૦૦ કલાક સુધી તથા સાંજે ૦૩:૦૦થી ૦૬:૦૦ સુધી કોપીયર મશીનો બંધ રાખવા તેમજ ઉપરોક્ત પરિશિષ્ટમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.
જામનગર જિલ્લાના પરીક્ષા માટે નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી…
જેકુરબેન સોની કન્યા વિદ્યાલય-જામનગર, એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય-જામનગર, ડી.એસ. ગોજીયા વિદ્યાલય-જામનગર, ડી.સી.સી.વી. હાઈસ્કૂલ અને એન.ડી.શાહ હાયર સેકન્ડરી સ્કૂલ-જામનગર, જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય-જામનગર, શારદા મંદિર હાઈસ્કૂલ-જામનગર.
