લોકેશન : ખેડા , મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
કોહીનૂર હાઈસ્કૂલ મહુધા ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ 2022-23 અંતર્ગત કોહીનૂર હાઈસ્કૂલમાં ધોરણ – 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કુલ – 56 સાયકલ નું વિતરણ કરવામાં આવ્યું હતું તે અવસરે શાળાનાં પ્રમુખ માજીદખાન.યુ.પઠાણ , શાળાનાં આચાર્ય નાસીર હુસેન.બી.મલેક તેમજ શાળાનાં સ્ટાફ ગણ ની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીનીઓ ને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં સાયકલનું વિતરણ કરાતા વિદ્યાર્થીનીઓ નાં ચેહરા પર ખુશી ની લહેર જોવા મળી હતી સાથે સાથે શાળાની વિદ્યાર્થીનીઓ નાં વાલીઓ દ્વારા પણ શાળામાં મુલાકાત લીધી હતી


