Gujarat

 મહુધા માં ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

નિસાર શેખ,મહુધા
મહુધા કેળવણી મંડળ , શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ, મ.ન.સ બેંક કન્યા વિદ્યાલય, ચારૂસેટ યુનિવર્સિટી ચાંગા  તથા ડૉ મહેશભાઈ જી પટેલ ના સયુંકત પ્રયત્નથી ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ખૂબ સુંદર અને સફળતા પૂર્વક પૂર્ણ થયો. આ પ્રસંગે ચારૂસેટ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર તજજ્ઞ શ્રીએ ખૂબ સુંદર માહિતી પૂરી પાડેલ. વિજ્ઞાન,વિનયન, વાણિજ્ય પ્રવાહની ભવિષ્યની તકો અને રોજગારીના ક્ષેત્રો વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ.ઉપરાંત આ પ્રસંગે વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ ઈજનેરી,મેડિકલ, ફાર્માસ્યુટિકલ,નર્સિંગ, ડેરી તથા એગ્રી કલ્ચરલ તથા સામાન્ય પ્રવાહ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વિવિધ વિદ્યાશાખા, સી.એ, કંપની સેક્રેટરી, આઇ ટી આઇ , ડીપ્લોમાં જેવા અભ્યાસક્રમ ,પ્રવેશ પ્રક્રિયા તથા શિષ્યવૃત્તિની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ, હાઇસ્કૂલના આચાર્ય સંજયકુમાર પંચાલ, કન્યા વિદ્યાલયના આચાર્ય ડૉ. કૌમુદીનીબેન ભારતીય સાથે સમગ્ર સ્ટાફ,અને વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ચારૂસેટ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર દિવ્યાંગભાઈ,ધ્રુવભાઈ તથા ચિરાગભાઈ હાજર રહે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

IMG-20220316-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *