Gujarat

મહેસાણાના બિલાડી બાગની જાળવણી ન કરતા ખરાબ હાલત

મહેસાણા
મહેસાણા શહેરમાં વર્ષો જુનો બિલાડી બાગ આવેલ છે એ બાગમાં સવારે લોકો કસરત અને વોકિંગ પર આવતા હોય છે. તો ઉનાળામાં બાગમાં વૃક્ષઓની છાયાથી લોકો ગરમીમાં રાહત પામતા હોય છે. ત્યારે પાલિકા દ્વારા બાગની જાળવણી અભાવે હાલત ખરાબ થઈ રહી છે બાગમાં ગટરના પાણીથી અસહ્ય દુર્ગધથી લોકો પરેશાન બની રહ્યા છે જ્યારે નવા વાવવામાં આવેલ છોડ જાળવણી અભાવે બળી જવા પામ્યા છે. યોગ્ય નિકાલ નહિ આવે તો આંદોલનની ચીમકી મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપ સિંહ ડાભીના જણાવ્યા મુજબ શહેરના સૌથી મોટા બિલાડી બાગની જાળવણી અભાવે બદતર હાલત થઈ રહી છે. છ માસથી બિલાડી બાગની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે ત્યારે પાલિકા બગીચા મામલે ગંભીર નહિ થાય તો આંદોલન કરાશે.મહેસાણા શહેરમાં જિલ્લા પંચાયત પાસે આવેલ બિલાડી બાગની હાલત દિવસે ને દિવસે બદતર થતી જાય છે. ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે બાગમાં છોડને પાણી નહિ પીવડાવતા છોડ બળી જવા પામ્યા છે. તો સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે જેને લઇ વોકિંગ માટે આવતા લોકોમાં કચવાટની લાગણી પ્રસરી રહી છે. જ્યારે ટેનિસ કોર્ટ અને સ્કેટિંગ રીંગની હાલત પણ ખરાબ જાેવા મળી રહી છે.

Clutter-everywhere-you-look-in-the-garden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *