૨૪ કલાકમાં અનેક વખત લાઈટ ગુલ કરતા શનિવારના સમારકામ માટે ત્રણ ફીડર બંધના મેસેજ કરી લોકોને ઉલ્લુ બનાવવા પીજીવીસીએલ દ્રારા પ્રયાસ કરાય છે, નાગદા, ફીડર , લાલબાગ, બંદર ફીડર, સંસ્થા ફીડરમા ૨૪ કલાકમાં અનેક વખત મન ફાવે ફોર્ડ ના નામે પાવર બંધ કરી લોકોને પરેશાન કરવામાં આવે છે ત્યારે દર અઠવાડિયે સમારકામ માટે બંધ રાખી સરકારના નાણાં નું દુર ઉપયોગ થતો હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે,આજે ફરી નાગદા, લાલબાગ અને બંદર ફીડર બંધ ના મેસેજ વાયરલ કરેલ છે. આ મામલે શહેરીજનો ઓફીસર ટાઉન અધીકારી દુલેરાને ને ફોન કરતાં માંગરોળ ના જાગુત નાગરીકને ઉડાઉ ભર્યા જવાબ આપતા હોય ની ફરીયાદો ઉઠી છે, ચોમાસા પહેલા પ્રિમોન્સુમ નામે ફીડર બંધ રાખી અનેક દિવસોમા કામગીરી કરવામાં આવી છે તો પછી હાલ ચોમાસામાં શેની કામગીરી? અને એ સમારકામ બાદ જૈસે થે વૈસે આ મામલે પોરબંદર સર્કલ ના એ સી કોડીયાતરને પુછતા તેઓ ત્રણ ત્રણ ફિડર બંધ હોવાથી અજાણ હોવાનું જણાવી ચોમાસા પહેલાજ કામ પુર્ણ થવું જોઈએ તેમ જણાવ્યું, આમ ખરેખર માંગરોળ પીજીસીએલ માં સમારકામ ની જરુર છે કે પછી અધીકારીઓ મનમાની ચલાવે છે,,?તેવા પ્રશ્નો શહેરમાં ચર્ચાય રહ્યા છે અને પીજીવીસીએલ કચેરી નો ફરીયાદ ફોન શોભાના ગાંઠિયા સમાન છે તે ફોન હંમેશા બીઝી આવતો હોય છે તો તેે ફોન ઉપર બેસતાં કર્મચારી સરકારી પગાર લેતા હોવા છતા આવુ અધિકારી ની મીઠી નજર હેઠળ બે ફીકરાઇ ભર્યું વર્તન કરે છે આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતા અધિકારીઓ બે ધ્યાન કરી આવા કામચોર કર્મચારીને પ્રોત્સાહન શામાટે આપે છે..?? ,,,
