Gujarat

માનસિક અસ્થિર સગીરા પર ગામના શિક્ષકે દુષ્કર્મ આચર્યું

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં ૨૬ જુલાઈના રોજ મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા તેના માતા-પિતા, કાકા અને ભાઈ સાથે સવારે ઘરે હતા. ત્યારે ગામનો જ અને બીજા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ રૂપલાભાઈ રાઠવા ત્યાં આવ્યા હતા. અને કહ્યું કે મારા ખેતર મજૂર આવે ત્યાં સુધી હું આરામ કરી લઉં કહીને અડારીમાં પડેલો ખાટલામાં આડો પડ્યો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનો ઘરની પાછળના ખેતરમાં ડાંગર થાણવા ગયા હતા અને સગીરા ઘરમાં એકલી હતી. તેનો લાભ લઈને શિક્ષક બાબુભાઈ રૂપલાભાઇ રાઠવાએ મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારતો હતો તે સમયે સગીરાની માતા ઘરે આવી જતા શિક્ષક બાબુભાઈને કઢંગી હાલતમાં જાેઈ જતા શિક્ષક બાબુ ત્યાથી ભાગી ગયો હતો. પોતાની દીકરી સાથે થયેલ કૃત્યને લઇને માતા ગભરાઈ ગઇ હતી અને સગીરાના પિતા, કાકા અને ભાઈને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી. અને ઝોઝ પોલીસ મથકે નરાધમ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરતા ઝોઝ પોલીસે આરોપી શિક્ષક બાબુભાઈ રૂપલાભાઈ રાઠવા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં ૧૪ વર્ષીય મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા ઉપર ગામના અને શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ રાઠવાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ભાગી છુટ્યો હતો.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *