તો તેમાં પ્રજાસત્તાક પર્વની મોટી કુંકાવાવ ની ભક્તિ નગર પ્રાથમિક શાળામાં નવનિયુક્ત સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
બી ફોજી ટીમ ભક્તિ નગર પ્રાથમિક શાળા સ્ટાફ તથા ભક્તિ નગર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રંગારંગ કૃતિઓ રજુ થઇ હતી અને ઉપસ્થિત આમંત્રિત અતિથિઓએ રોકડા રકમની સરવાણી વહાવી હતી.
સરપંચ શ્રી સંજયભાઈ લાખણી પોતાના ઉદબોધન માં શિક્ષણ અને સ્વચ્છતાને અગ્રતા આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. ધ્વજવંદન સમારોહમાં ઉપસરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચૌહાણ ,રાજેશ ભાઈ ટાઢાણી, પ્રમુખ હસમુખભાઈ દુધાત, ગ્રામ પંચાયતના સભ્યો ભક્તિનગર, ઘનશ્યામનગર ,જંકશન કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો સહભાગી થયા હતા ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણીમાં લોકાર્પણના પત્રકાર શ્રી રસિકભાઈ વેગડા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ જોશીએ કર્યું હતું.
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


