Gujarat

મોરબીમાં સામાન્ય બાબતમાં પિતા-પુત્રને ઢોર માર માર્યાની ફરિયાદ

મોરબી
આજકાલ લોકોને સામાન્ય બાબતો માં ઉગ્ર બોલાચાલી થઈ જાય છે અને તે મારામારી માં ઢળે છે તેવું જ મોરબીના વેજીટેબલ રોડ પર નજીવી બાબતે ૨ પક્ષો બાખડ્યા હતા અને બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ મુદ્દે બને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કનકસિંહ તકુભા જાડેજાએ વનરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ભાગ્યલક્ષ્મી સોસાયટીના શિવમંદિરે દૂધ ચડવા ગયા હોય એ સમયે દૂધ ભૂલી જતા તેમનો પુત્ર ધ્રુવરાજસિંહ દૂધ દેવા આવતો હતો ત્યારે તેમની સોસાયટીમાં જ રહેતા વનરાજસિંહ ઝાલાએ ધ્રુવરાજસિંહને અટકાવી ‘બે દિવસ પહેલા ઝઘડો કરવા આવવાનો હતો તો કેમ આવેલ નહી’ તેમ કહી ગાળો આપવા લાગ્યા. જેથી કનકસિંહ અને ધ્રુવરાજસિંહ વનરાજસિંહને સમજાવવા જતા વનરાજસિંહે કનકસિંહ ને લાકડાના ધોકા વડે જમણા પગે તથા વાંસાના ભાગે માર મારેલ તથા ધ્રુવરાજસિંહને વાંસાના ભાગે માર મારેલ તથા ઝઘડામાં વચ્ચે છોડાવવા આવેલા કનકસિંહના પત્નીને પણ આરોપીએ ધક્કો મારતા જમણા હાથે ઇજા થઇ હતી. જે બાદ વનરાજસિંહ ઝાલાએ કનકસિંહને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓ પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય ત્યારે ધ્રુવરાજસિંહે એકટીવા સ્પીડમા ચલાવી નીકળતા વનરાજસિંહએ એકટીવા ધીમુ ચલાવવા ઠપકો આપેલ હોય તે વાતનુ મનદુખ રાખી ધ્રુવરાજસિંહ અને કનકસિંહે વનરાજસિંહના ઘર પાસે આવી ગાળો આપતા વનરાજસિંહએ ગાળો આપવાની ના પાડતા આ બંને આરોપી ઉશકેરાય જઈ ધ્રુવરાજસિંહ એ લાકડાના ધોકાથી વનરાજસિંહ માથાના ભાગે તથા જમણા પગના ઢીચણે તથા ડાબી બાજુએ પડખાના ભાગે મારી તથા કનકસિંહેએ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા વનરાજસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બન્ને ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરુ કરી છે

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *