*જનજાતિ કલ્યાણ આશ્રમ ની કાર્યકર્તા બહેનો માટે ૪૫૦ સાડી, ૩૦૦ કિલો કંકુ પણ મોકલવામાં આવ્યું.*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા શ્રાવણ માસના પહેલા દિવસે ગુજરાત પ્રાંતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં રક્ષા બંધન પર્વ માટે જનજાતિ કલ્યાણ આશ્રમ ની કાર્યકર્તા બહેનો માટે ૨૦૦૦૦૦ માં અંબાની પ્રસાદી રૂપે રક્ષા પોટલી, ૪૫૦ સાડી, ૩૦૦ કિલો કંકુ મોકલવામાં આવ્યું હતું ૨૦૦૦૦૦ રક્ષા પોટલી અને ૪૫૦ સાડીના માટે આર્થિક સહયોગ શ્રી હેતલભાઈ રાજ્યગુરુ, રાજકોટ દ્વારા આપવામાં આવ્યો હતો અને ૩૦૦ કિલો કંકુ ના દાતા હુકમભાઈ અગ્રવાલ અંબાજી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાન જિલ્લા કલેકટર સાહેબશ્રી બનાસકાંઠા, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી બનાસકાંઠા, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી બનાસકાંઠા, ક્ષ્રેત્ર મહિલા આયામ પ્રમુખ શ્રી નલીનીબેન મહેતા, પ્રાંત મહામંત્રી શ્રી નરેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

