Gujarat

રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના… અંકલેશ્વરની માધવાનંદ સોસાયટીમાં ગરબાની રંગત જામી

નવમા નોરતે યુવાધન ભાન ભૂલી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યું
ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વના નવમા દિવસે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓમાં મન મૂકીને રાસની રમઝટ બોલાવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ ગરબા રસિકો શેરી ગરબા હોય કે પછી પાર્ટી પ્લોટ હોય તન મનમાં સ્ફૂર્તિ ભરીને ગરબે રમી રહ્યા છે. જેમાં અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલી માધવાનંદ સોસાયટીમાં પણ ગરબાનો અનેરો માહોલ જામ્યો છે. યુવક -યુવતીઓ, નાના-મોટેરાઓ અવનવા ગરબા સ્ટેપ સાથે ગરબે ઝૂમી ઉઠ્યા હતા.

IMG-20221005-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *