Gujarat

રાજકોટના જમાદારે બુટલેગર પાસે પૈસા માંગતાની ક્લિપ ફરતી થઈ

રાજકોટ
રાજકોટનું પોલીસ તંત્ર બદનામ થઈ ગયું છે અને તેની સારી છાપ પાડવાને બદલે હજુપણ વિવાદમાં સંપડાઈ રહી છે ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વખત વિવાદમાં આવી છે. ડીસીબીમાં ફરજ બજાવતા વિજયગીરી ગોસ્વામી નામના જમાદારે દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે એક વિવાદાસ્પદ બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા ૫ લાખની ડિમાન્ડ કર્યાની ક્લિપ ફરતી થઈ છે. જાેકે આ ઘટના અંગે ડીસીબીના જમાદારનો સંપર્ક કરતા પોતે પૈસાની માગણી ન કરી હોવાનું અને ભાગી ગયેલો બૂટલેગર સામેથી પોલીસમાં હાજર થઈ જાય તે માટે સંપર્ક કર્યાનો બચાવ કર્યો હતો. બીજી બાજુ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ઘટના અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો છે. વાતચીતમાં જમાદાર ગોસ્વામી ચોંકાવનારી હકીકત વિવાદાસ્પદ બૂટલેગરને જણાવી રહ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, એસીપી, બે પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફને રૂપિયા આપવાના હોય છે.’

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *