Gujarat

રાજકોટમાં આર.ટી.ઓ. એજન્ટ સહિત બે શખ્સ રૂ.૫.૨૮ લાખના દારૂ સાથે પકડાયા

રાજકોટ
દિવાળીના તહેવાર નજીક આવતાની સાથે જ દારૂના ધંધાર્થીઓ શહેરમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા જંગી જથ્થો મગાવી રહ્યાં છે. ત્યારે શહેરના નવા થોરાળા-૨માં બે મકાન વચ્ચેના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે મોડી રાતે દરોડો પાડ્યો હતો. આરોપીઓ ભાગી ન જાય તે માટે પોલીસે તકેદારી પૂર્વક ત્રાટકી હતી. ત્યાંથી બે શખ્સ મળી આવ્યા હતા. અને તેમની પાસે વિદેશી દારૂની પેટીઓ જાેવા મળી હતી. સકંજામાં લીધેલા બંને શખ્સની પૂછપરછ કરતા નવા થોરાળા, રામનગર સોસાયટી-૧૦માં રહેતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો શબ્બીર ઉર્ફે બોદુ સતાર ઓડિયા અને બીજાે શિયાણી સોસાયટીમાં રહેતો રિક્ષાચાલક તૌફિક જાવિદ કાસમાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે ખુલ્લા પ્લોટમાં પડેલી વિદેશી દારૂની પેટીઓ ચેક કરતા વિદેશી દારૂની ૭૫૦ એમએલની ૭૫૬ બોટલ તેમજ ૧૮૦ એમએલના ૨૨૫૬ ચપલા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૫.૨૮ લાખનો વિદેશી દારૂ, એક મોબાઇલ તેમજ વિદેશી દારૂ લેવા આવેલા તૌફિકની ઓટો રિક્ષા મળી કુલ રૂ.૫.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *